પડતર પ્રશ્ને રાજ્યભરના તલાટી મંત્રીઓએ સોમવારથી હડતાલનો પ્રારંભ કર્યા છે અને માંગણી નહી સંતોષાય ત્યાં સુધી કામનો બહિષ્કાર કરવામાં આવેલ છે.
રાજ્યનાં અનેક જિલ્લામાં ફરજ બજાવતા આશરે 11 હજાર તલાટી મંત્રીઓએ સોમવારે પડતર પ્રશ્ને કામગીરીથી અળગા રહી વિરોધ કાર્યક્રમ આપ્યો છે. બઢતી, નિમણુંક, કામગીરી અને પેન્શન વગેરે પ્રશ્ને તલાટી મંત્રીઓને અન્યાય થઈ રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેથી તલાટી મંત્રીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે રાજ્યભરમાં તલાટીઓ કામથી અળગા રહ્યા હોવાનુ જાણવા મળેલ છે અને જયાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે હડતાલ શરૃ રહેશે તેમ તલાટી મંત્રીઓએ જણાવ્યુ હતુ. આ બાબતે આજે સોમવારે તલાટી મંત્રીઓએ બેઠક પણ કરી હતી અને જુદા જુદા પ્રશ્ને ચર્ચા કરી હતી તેમ ભાવનગર જિલ્લાના તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું
હતું.
તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. રાજ્યના 11 હજારથી વધુ તલાટી હડતાળ પર જતા રાજ્યમાં મહેસૂલનાં કામમાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. પેન્શન યોજના, જોબચાર્ટ સહિતના મુદ્દે તલાટીઓની માંગ છે. તલાટીઓ હડતાળ પર જતા પંચાયતી કામગીરી ખોરવાઈ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો, જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોનાં આજના ભાવ
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત છટ્ઠામાં દિવસે ઘટાડો થયો છે. સતત વધતા પેટ્રોલનાં ભાવ બાદ પ્રજાને આ ઘટાડાથી રાહત થઇ છે. પેટ્રોલમાં 10 પૈસા અને ડીઝલમાં 07 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.