ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે જ્ઞાનવાપી સર્વેનો બીજો દિવસ છે. જ્ઞાનવાપી કેમ્પસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે સુપ્રીમે મુસ્લીમ પક્ષની અરજી ફગાવ્યા પછી આજે ફરી એકવાર ASIની ટીમ સર્વે માટે પહોંચી છે. કડક સુરક્ષા વચ્ચે ટીમ ફરી એકવાર કેમ્પસમાં સર્વે માટે પહોંચી છે.