Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમા વિપક્ષે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાના પ્રયાસ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાથી મૃતકોનાં આંકડાને લઇને હોબાળો મચાવ્યો હતો અન વેલમાં પણ આવી ગયા હતા. જે બાદ ગૃહની કામગીરીને મુલતવી રાખવામાં આવી હતી. જે બાદ આ કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં પણ આવી છે.
મળતી માહિતી પ્રમાણે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અઘ્યક્ષ નીમાબેન આચાર્યની ચેમ્બરમાં ગયા હતાં. ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. જે બાદ વિપક્ષે ગૃહમાં જોર જોરથી તાળી પાડીને રઘુપતિ રાધવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ