મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણી પર અંકુશ મૂકવાની ચીમકીને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતા બુધેલે રાજકીય બદઈરાદાવાળું નિવેદન કર્યુ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી એ વાતને દોહરાવી રહ્યા છે. માત્ર ને માત્ર એક હતાશ અને નિરાશ કોંગ્રેસ અને તેની સરકારો રાજકીય વૃત્તિથી, રાજકીય બદઈરાદાના કારણે આવા નિવેદનો કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારનો તેઓ સહન નથી કરી શકતા. રાજકીય રીતે મૂલવીને લોકોનું અહિત કરવાની નીતિ આમાં ફલિત થાય છે.