આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, 73 વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તોનું ઘોડાપૂર સોમનાથ મંદિર પરિસરમાં ઉમરી પડ્યુ હતુ.