ગયા મહિને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૨૫ રૂપિયાનો વધારો કર્યા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓઅ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા ે સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૪.૨ કિગ્રા એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૧૯ રૂપિયાથી ઘટાડીને ૮૦૯ રૂપિયા કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે નંદીગ્રામ બેઠક ઉપર પણ મતદાન થવાનું છે. આ બેઠક પર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપમાંથી સુવેન્ધુ અધિકારી ચૂંટણી લડી રહ્યાં છે.