એમએસ ધોની, રાબ્તા, છિછોરે જેવી ફિલ્મોમાં પોતાના અભિયનથી લોકોનું દિલ જીતનારા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સુશાંત સિંહના નિધન પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારપ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ અભિનેતા સુશાંત સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, ‘સુશાંત સિંહ રાજપૂત… એક ચમકતો યુવા અભિનેતા ઘણો જલદી જતો રહ્યો. તેમણે ટીવી અને ફિલ્મોમાં ઘણું સારું કામ કર્યું. મનોરંજનની દુનિયામાં તેમના ઉદયે ઘણા લોકોને પ્રેરિત કર્યા અને પોતાની પાછળ ઘણા યાદગાર પરફોર્મન્સને છોડી ગયા. તેમના નિધનથી હું સ્તબ્ધ છું.મારી સંવેદનના તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.’