અમદાવાદ ભાવનગર હાઈ-વે પર પાણી ફરીવળવાના કારણે ટ્રકો પાણીમાં ખાબકી હતી. ધોલેતાથી 2 કિલોમીટર આ ઘટના બની હતી. પાણીના વહેણમાં ફસાયને છ જેટલી ટ્રકો પાણીમાં ખાબકી હતી. ભારે વરસાદના પગલે હાઈ-વે નદીમાં ફેરવાઈ ગયો હતો. રસ્તા પર કેડ સમા પાણી ભરાઈ ગયા હોવાના કારણે વાહન વ્યહાર ઠપ થઈ ગયો હતો. વાહન ચાલકોની સુરક્ષાને પગલે તંત્ર દ્વારા રાજકોટથી જ હાઈ-વેને બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા વાહન ચાલકો રસ્તામાં અટવાયા ભૂખ્યા અને તરસ્યા તેઓને રસ્તા પર જ સમય વિતાવવો પડે છે. ગઈ કાલે બપોરથી ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ફસાયા છે.