લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલ અને રોકાણકારોની આશાઓ પર પાણી ફેરી વળતાં શેરબજારમાં ગઈકાલે 4300 પોઈન્ટના કડાકા બાદ આજે સેન્સેક્સ 948 પોઈન્ટ ઉછાળા સાથે 73027.88ની સપાટીએ ખૂલ્યો હતો. જે નીચામાં 199.61 પોઈન્ટ તૂટી 71879.44 થયો હતો. 11.00 વાગ્યે 1067.29 પોઈન્ટના ઉછાળા સાથે 73146.34 પર ટ્રેડ થઈ રહ્યો છે.