T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી ગઈ છે. ભારતીય ખેલાડીઓ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તેમના દેશમાં આવી રહ્યા છે. આ પ્લેનનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ટીમ ઈન્ડિયા ભારતમાં ક્યાં ઉતરશે અને સૌથી પહેલા કોને મળશે તેનો ખુલાસો થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સીધી નવી દિલ્હી આવશે. ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ભારત પહોંચશે. આ પછી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ બેઠક લગભગ 11 વાગ્યે થશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ પછી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે.