સુરત શહેરમાં આવેલા ડુમસ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અંગેનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લગભગ પોણા બે કલાક સુધી ચાલેલા આ પ્રોગ્રામમાં દિવ્યાંગ કિશોરના હાથે કેક કપાવી PM મોદીને જન્મ દિવસની શુભકામના અપાઈ હતી. જોકે રાત્રે સવા અગિયાર વાગે વરસાદ પડતાં કાર્યક્રમ 12 વાગ્યા પહેલા સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતીઓ ડાંસ અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે ડુમસ રોડ પર ભારે વરસાદ વચ્ચે 8થી 10 મિનિટ આતષબાજી પણ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ આતષબાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.