દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબ એ પોલેન્ડના 600 થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના “વાલી” ની ભૂમિકા ભજવી હતી. ત્યારે હાલ PM મોદી પોલેન્ડ પહોંચતા આ યાદ તાજી થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડના વોર્સોમાં સ્થિત જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે શ્રદ્ધાંજલિ “વિકાસ ભી , વિરાસત ભી ના” મંત્રને સાર્થક કરે છે. તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી.