જાણીતા શાયર મુનવ્વર રાણાનું કાર્ડિયાક અરેસ્ટને લીધે 71 વર્ષની વયે નિધન |
પોતાના ૬૮માં જન્મદિને પત્રકાર પરિષદને કરેલાં સંબોધનમાં માયાવતીએ 'ઈંડીયા' ગઠબંધનમાં જોડાવાની ગઠબંધનની ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાનાં છે. આ સાથે આ પીઢ દલિત નેતાએ 'ત્રીજો મોરચો' પણ રચવાની પોતાની એષણા વ્યક્ત કરી હતી.
વાસ્તવમાં કોંગ્રેસનાં નેતૃત્વ નીચે રચાયેલું આ ગઠબંધન (ઈંડીયા) ત્રીજો મોરચો રચાવાની વિરૂદ્ધમાં જ છે, કારણ કે તેથી કેન્દ્રની ભાજપ સરકાર સામેની એકતામાં ફાંસ પડી જાય તેમ છે.
તાજેતરમાં કોંગ્રેસ કારોબારીની તેલંગાણામાં મળેલી બેઠકમાં તેમજ છત્તીસગઢનાં રાયપુરમાં મળેલી એઆઈસીસીનાં ખુલ્લા અધિવેશનમાં તમામ ધર્મ નિરપેક્ષ પક્ષોને એક થઈ ભાજપને લડત આપવા પ્રસ્તાવો પસાર કરાયા હતા. તેવામાં આ 'ત્રીજો મોરચો' રચાય તો તેથી ભાજપને જ લાભ થાય તે સ્પષ્ટ છે.
ઉત્તર પ્રદેશમાં બસપા એકલે હાથે ચૂંટણી લડે તો તેથી સપા તેમજ કોંગ્રેસ બંનેને મુશ્કેલી ઉભી થાય તેમ છે, તે પણ સ્પષ્ટ છે.
૨૦૧૯ની ચૂંટણી બસપાએ સપા સાથે રહીને લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં બસપાને ૧૦ બેઠકો અને સપાને ૫ બેઠકો મળી હતી.
દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો (૮૦) ઉ.પ્ર.માં છે તેથી ઈંડીયા ગઠબંધન ચિંતામાં પડી ગયું છે. માયાવતીએ તેઓના ભત્રીજા આકાશ-આનંદને તેઓના 'વારસ' તરીકે તો જાહેર કર્યા જ છે, છતાં તેઓએ કહ્યું હતું કે, 'હું તો છેલ્લા શ્વાસ સુધી રાજકારણમાં રહીશ જ.'
'ઈંડીયા' ગઠબંધન અને વધુમાં કોંગ્રેસ માટે આઘાતજનક વાત તો તે છે કે માયાવતીએ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'ની પણ ટીકા કરી હતી.
આમ છતાં તેઓએ કહ્યું હતું કે 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ'' છેડછાડથી પર નથી, તેવા અહેવાલો ચિંતાજનક તો છે જ.