ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ મામલો સામે આવ્યા બાદ દેશવાસીઓમાં આક્રોશ છે. આ જ સંલગ્ન પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે ગઈ કાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસ માટે રવાના થયા હતાં. જો કે તેમને હાથરસ પહોંચતા પહેલા જ ડીએનડી પર રોકી લેવાયા. ત્યારબાદ પોલીસકર્મીઓ અને રાહુલ ગાંધી વચ્ચે ધક્કામુક્કીથઈ અને પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલે તેમણે પ્રતિક્રિયા આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી પણ છે. રાષ્ટ્રપિતાને યાદ કરતા કરતા તેમણે સરકારને પણ આડે હાથ લઈ લીધી અને સરકારને સંકેત આપી દીધો કે તે કોઈથી ડરવાના નથી.