વડાપ્રધાન નરેન્દ્ર મોદી4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ ને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની વધારાની તૈનાતી પણ કરવામાં આવી છે.
વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. પીએમ મોદી રાજધાની અગરતલામાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, BSFના 120 બટાલિયન કમાન્ડન્ટ રત્નેશ કુમારે કહ્યું, જ્યારે પણ VVIP લોકો મુલાકાત લે છે, ત્યારે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી વધારવામાં આવે છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.