હવે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને શોધવાનું વધુ સરળ બનશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), દિબ્રુગઢ દ્વારા એક ટેસ્ટિંગ કીટ તૈયાર કરી છે. જે માત્ર બે કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટને શોધી કાઢશે. હાલમાં ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ કરવું પડે છે, જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.
વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા જતા કેસની વચ્ચે, દરેક તેની ઝડપી તપાસને લઈને ચિંતિત હતા, પરંતુ ICMRના ઉત્તરપૂર્વમાં કાર્યરત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ તેને ઉકેલ શોધી કાઢ્યો છે. નોંધપાત્ર રીતે, ભારતમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે અને ઘણા શંકાસ્પદ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.