વિશ્વભરમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે વિશ્વના ૩૦ દેશોમાં ઓમિક્રોનના ૩૭૫થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ યુરોપમાં નોંધાયા છે. ભારતના કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે, જેમાં ૬૬ વર્ષના વિદેશી નાગરિક અને ૪૬ વર્ષના એક હેલ્થ વર્કરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે. વધુમાં ઓમિક્રોનથી સંક્રમિત આ બે વ્યક્તિમાંથી એકના સંપર્કમાં આવેલા અન્ય પાંચ લોકોને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. દરમિયાન ઓમિક્રોન મુદ્દે 'જોખમી' દેશોમાંથી દિલ્હી આવેલા વધુ ચાર પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.