ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ 10 કેસ સામે આવ્યા છે. પુણેના એક અધિકારીએ જામકારી આપી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર યાત્રિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 10 લોકોમાં ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પહેલા સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 20 થઈ ગઈ છે. દેશભરમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1 અને કર્ણાટકમાં બે કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાંકોરોનાના સાડા છ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 220 સંક્રમિતોના મૃત્યુ થયા છે.