લોકસભા અધ્યક્ષ પદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ છે. એક તરફ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A.એ કેરળના મવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા છે.