પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતીય હોકી ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, સેમિ ફાઇનલ મેચમાં ભારત જર્મની સામે 3-2થી હારતાં ભારતનું હોકીમાં ગોલ્ડ કે સિલ્વર મેડલ મેળવવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે. જો કે ભારત માટે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે. ભારત હવે સ્પેન સામે બ્રોન્ઝ માટે ટકરાશે. ભારતને હરાવી જર્મનીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આગામી ફાઈનલ મેચમાં જર્મની નેધરલેન્ડ્સ સાથે ટકરાશે.