ફ્રાન્સના અબજપતિઓ પૈકીના એક ઓલિવિયર ડસૉનું હેલિકોપ્ટર દુર્ઘટના માં નિધન થયું છે. ડસૉ ફ્રાન્સની સંસદના સભ્ય હતા. ડસૉના મોત પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રો એ શોક વ્યક્ત કર્યો છે.
ઓલિવિયર ડસૉ (69) ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની મિલ્કતના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા. ડસૉની કંપનીમાં રાફેલ ફાઇટર પ્લેન પણ તૈયાર કરવામાં આવે છે. ફ્રાન્સની સંસદના સભ્ય બન્યા બાદ તેઓએ રાજકીય રીતે હિતોના કોઈ પણ ટકરાવથી બચવા માટે કંપનીના બોર્ડથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. 2020 ફોર્બ્સના સૌથી અમીર લોકોની યાદીમાં ડસૉને પોતાના બે ભાઈ-બહેનોની સાથે 361મું સ્થાન મળ્યું હતું.