અમદાવાદ શહેરના સાઉથ બોપલના સોબો સેન્ટર પાસે આવેલા ઓર્ચિડ એલિગન્સના 12 માળેથી સુરેશ ગોડ નામના વૃદ્ધે અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું. 58 વર્ષીય વૃદ્ધે મોતને વ્હાલું કરતાં ઓર્ચિડ એલિગન્સમાં રહેતા લોકો દોડી ગયા હતા. લોકોએ જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આત્મહત્યાના કારણની જાણકારી મળી નથી.