મહેસાણા મામલતદાર કચેરીમાં પાલાવાસણા ગામના 63 વર્ષીય વૃદ્ધ 7/12ના ઉતારા કઢાવવા ઉભા હતા ત્યારે ગરમીને કારણે ચક્કર ખાઈને નીચે પડ્યા હતા. વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવે એ પહેલા જ 108ની ટીમે મૃત જાહેર કર્યા હતા. જો અહીં ગરમીથી રાહત મળે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ આ વૃદ્ધનો જીવ બચી શક્યો હોત તેવી લાગણી નાગરિકોમાં વ્યાપી હતી.