દેશના પહેલા ફુલટાઇમ મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે લોકસભામાં મોદી સરકાર ૨.૦નું પહેલું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારામને તેમના બજેટમાં સમાજના તમામ વર્ગોને થોડી થોડી રાહતો આપવાની સાથે તમામ વર્ગ પાસેથી સરકારની તિજોરીમાં યોગદાન પણ અંકે કરી લીધું હતું. દેશમાં સૌથી મહત્ત્વની અને વપરાશમાં લેવાતી કોમોડિટી પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર એક રૂપિયાની એક્સાઇઝ ડયૂટી, સોનાની આયાત પર કસ્ટમ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા, અમીરો પર આવકવેરામાં ૩થી ૭ ટકાનો સરચાર્જ લાદીને નિર્મલા સીતારામને મોદી સરકારની મહાકાય અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓ માટે ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કર્યો તો બીજીતરફ ગ્રામીણ ભારત, ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, મધ્યમ વર્ગ અને કોર્પોરેટ જગતને થોડી રાહતો આપી રીઝવવાનો પ્રયાસ પણ કર્યો છે.