મુંબઈમાં આજે સોમવારે ઓલા અને ઉબેરના ટેક્ષીચાલકોની હડતાળ જાહેર થઈ છે. સવારથી ઓલા અને ઉબેરની ટેક્ષીઓ દોડતી બંધ થઈ છે. ઓલા અને ઉબેર કંપની સંચાલકો અને ટેક્ષીમાલિકો વચ્ચે એગ્રીમેન્ટ અને એપને લઇને સર્જાયેલી મડાગાંઠનો કોઇ સંતોષકારક ઉકેલ ના આવતા આજે મુંબઈથી હડતાળની શરૂઆત કરવામાં આવી છે. ઓલા- ઉબેર કેબ નહીં મળતાં પ્રવાસીઓને કેબ માટે હાલાકી પડી રહી છે.