દેશનો ઓટો ઉદ્યોગ ભયાનક મંદીમાં સપડાયો છે અને કાર તેમજ અન્ય પેસેન્જર વાહનો તેમજ ભારે વાહનોનાં વેચાણમાં ઓગસ્ટમાં જંગી ગાબડું પડયું છે ત્યારે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંદી માટે ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ધનિકોનું માઇન્ડસેટ બદલાઈ રહ્યું છે. ધનિકો હવે કાર ખરીદીને EMI ચૂકવવાને બદલે ઓલા અને ઉબેર જેવી ટેક્સીમાં જવાનું પસંદ કરે છે. આ ઉપરાંત વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં વધારો અને પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે નવા વાહનો BS- ૬ ધોરણો મુજબ બનાવવા આદેશ આપવાથી ઓટો સેક્ટર મંદીમાં સપડાયો છે.