રાજકોટ રેલવેના ડીઆરએમના જણાવ્યા અનુસાર 17 એપ્રિલના રોજ સાંસદ પૂનમબેન માડમ ભાટિયા સ્ટેશન પર ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસના સ્ટોપેજના શુભારંભ અને ખંભાળિયા સ્ટેશન પર વિવિધ પ્રવાસી સુવિધાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નં.16734-16733 ઓખા-રામેશ્વરમ્ -ઓખા એકસપ્રેસને તા.17 એપ્રિલ-2018થી રાજકોટ મંડળના ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે.