આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ છે. લો અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને તમામ વિદ્યાર્થીઓને ગેટ પર એન્ટ્રી આપવામાં આવી હતી. સવારે 10થી 12 અને બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા લેવાશે. આજથી શરૂ થતી પ્રથમ તબક્કાની પરીક્ષા 10 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. તો બીજા તબક્કાની પરીક્ષા 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.
અગાઉ બે વાર પરીક્ષા મોકૂફ કરાઈ હતી
કોરોના સંક્રમણને કારણે જુદા-જુદા કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે. બાકીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. ઓફલાઈન પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષાનો પ્રારંભ કરાવાયો હતો.