જામનગરમાં આવેલી પીએફ કચેરીમાં ઈપીએફ વિભાગમાં ફરજ બજાવનાર એક અધિકારી વીસ હજારની લાંચ લેતા ઝડપાયો છે. એક લેબર કોન્ટ્રાક્ટર પાસેથી કામમાં સરળતા કરવા બદલા ચાવડા નામના અધિકારીએ વીસ હજારની લાંચ માંગી હતી. જે અંગે લેબર કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતાં એસીબીએ ટ્રેપ ગોઠવી આ લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે.