ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે