મહારાષ્ટ્રના પૂણેમાં સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત યોજાયેલી ઓડીએફના એક વર્કશોપ દરમિયાન મેડકના કલેક્ટર કે ધર્મા રેડ્ડીએ શૌચાલયના ખાડામાં ઉતરીને કાર્બનિક ખાતર બહાર કાઢ્યું. આ વર્કશોપમાં દેખાડવામાં આવ્યું કે કેવી રીતે માનવમળને જૈવિક ખાતરમાં બદલવામાં આવે છે. સ્ટાફ દ્વારા તેની પ્રોસેસનો ડેમો આપવામાં આવ્યો હતો. વર્કશોપ દરમિયાન કલેક્ટરે શૌચાલયના ખાડામાં ઉતર્યા અને પોતાના હાથે સફાઈ કરી જૈવિક ખાતર બહાર કાઢ્યું હતું.