Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના વિવિધ વિસ્તારમાં સ્તરમાં વસતા લોકોને તેમના જીવનનિર્વાહમાં અગવડ ન પડે અને તેનું જીવન ધોરણ સરળતાથી ચાલતું રહે તે માટે વિવિધ સહાય કરવામાં આવે છે. આવી જ એક સહાય પાકિસ્તાન દ્વારા દરિયામાંથી માછીમારી કરતા પકડાયેલ વ્યક્તિના કુટુંબીજનોને પોતાના ઘરના કમાનાર વ્યક્તિની ગેરહાજરીમાં ઘર ચલાવવા માટે અગવડ ન પડે તે માટે દૈનિક રૂ 300 એટલે કે મહિને રૂ. 9000ની સહાય કરવામાં આવે છે.

તા.18-09-2012થી આ દર રૂપિયા 150 હતા પરંતુ વંચિતોના વિકાસને વરેલી આ સરકાર દ્વારા આ સહાયના દર તારીખ 01-04-2019થી વધારી રૂપિયા 300 કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સત્તાવાળા દ્વારા પકડાયેલ માછીમાર જેલમાંથી મુક્ત થાય ત્યાં સુધી આ સહાય રાજ્ય સરકાર દ્વારા માછીમારના કુટુંબીજનોને ચૂકવાય છે તેમ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ