Auckland (SportsMirror.in) : લોકેશ રાહુલે (KL Rahul) ન્યુઝીલેન્ડની ધરતી પર ટી20 મેચમાં સતત બીજી અડધી સદી ફટકારીને શાનદાર રેકોર્ડ નોંદાવ્યો છે. આ રેકોર્ડ નોંધાવતાની સાથે જ લોકેશ રાહુલે (KL Rahul) ભારતી ટીમના દિગ્ગજ ખેલાડીઓને રોહિત શર્મા, યુવરાજ સિંહ અને સુરેશ રૈનાને પાછળ છોડી દીધા છે.
ન્યુઝીલેન્ડમાં ટી20માં સતત બે અડધી સદી નોંધાવનાર લોકેશ રાહુલ પહેલો ખેલાડી બન્યો
લોકેશ રાહુલે બીજી ટી20 મેચમાં અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત તો અપાવી જ છે પણ આ સાથે તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે ટી20 ક્રિકેટમાં ન્યુઝીલેન્ડમાં સતત બે અડધી સદી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો છે. જોકે લોકેશ રાહુલ પહેલા ન્યુઝીલેન્ડમાં ટી20 ક્રિકેટમાં ભારત તરફથી રોહિત શર્મા, સુરેશ રૈના, યુવરાજ સિંહ અને શ્રેયસ અય્યર 1-1 અડધી સદી ફટકારી ચુક્યા છે. હવે લોકેશ રાહુલે બે અડધી સદી ફટકારીને પહેલો ખેલાડી બની ગયો છે. લોકેશ રાહુલે પહેલી ટી20 મેચમાં 56 રન અને બીજી ટી20 મેચમાં અણનમ 57* રનની ઇનીંગ રમી હતી.
ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે ટી20 મેચમાં સૌથી વધુ અડધી સદી નોંધાવનાર ભારતના ખેલાડીઓ
ખેલાડી કેટલી અડધી સદી
લોકેશ રાહુલ : 2
શ્રેયસ અય્યર : 1
સુરેશ રૈના : 1
રોહિત શર્મા : 1
યુવરાજસિંહ : 1
લોકેશ રાહુલે ચાલુ વર્ષે ટી20માં સતત ત્રીજી અડધી સદી ફટકારી કોહલી-રોહિતની બરોબરી કરી
લોકેશ રાહુલે ચાલુ વર્ષે ટી20 ક્રિકેટમાં સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માની બરોબરી કરી હતી. સુકાની વિરાટ કોહલી એક વર્ષમાં ટી20 ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફટકારવાની સિદ્ધી ત્રણવાર કરી મેળવી ચુક્યો છે. તો રોહિત શર્માએ આવી સિદ્ધી એક વાર મેળવી છે.
ટી20 ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં ત્રણ અડધી સદી લગાવનાર ભારતીય બેટ્સમેનો
વિરાટ કોહલીએ વર્ષ 2012, 2014 અને 2016માં સતત ત્રણ ટી20 મેચમાં ત્રણ અડધી સદી નોંધાવી છે. તો રોહિત શર્માએ વર્ષ 2018માં સતત ત્રણ મેચમાં અને હવે લોકેશ રાહુલે વર્ષ 2020માં સતત ત્રણ ટી20 મેચમાં ત્રણ અડધી સદી નોંધાવીને એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.