Auckland (SportsMirror.in) : ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં ટી20 શ્રેણીની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવીને સતત બીજી મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ થઇ ગઇ છે. પહેલા બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 132 રનનો સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ જીતનો લક્ષ્યાંક 3 વિકેટના ભોગે 17.3 ઓવરમાં જ પાર પાડ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી ફરી વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલ (KL Rahul) શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અડધી સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 57* રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે પણ ઉપયોગી ઇનીંગ રમી હતી. તેણે 33 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 44 રન કર્યા હતા. લોકેશ રાહુલ (KL Rahul) મેન ઓફ ધ મેચ બન્યો હતો.
ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી પણ ત્યાર બાદ નિષ્ફળ રહી
આ પહેલા ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનું નક્કી કર્યું હતું. કિવીની શરૂઆત સારી રહી હતી. માર્ટિન ગપ્ટિલ અને કોલિન મુનરોએ પહેલી 6 ઓવરમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી. ગપ્ટિલે 20 બોલમાં 4 ચોગ્ગા અન 2 છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા. તો કોલિન મુનરોએ પણ 25 હોલમાં 26 રનની ઇનીંગ રમી હતી. જોકે આ બંનેના આઉટ થયા બાદ બાકીના બેટ્સમેનો કઇ ખાસ સ્કોર કરી શક્યા નહીં. સુકાની કેન વિલિયમસન, રોસ ટેલર અને કોલિન ડી ગ્રૈંડહોમ પહેલી મેચની જેમ મોટી ઇનીંગ રમી શક્યા ન હતા. ટિમ સાઇફર્ટે થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાનો શ્વાસ અધ્ધર થઇ ગયો. તેણે 26 બોલમાં આક્રમક 33 રનની ઇનીંગ રમી હતી. જેને પગલે ન્યુઝીલેન્ડ સમ્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 132 રનનો સ્કોર કર્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. શર્દુલ ઠાકુર, બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.
લોકેશ રાહુલ જીતનો હિરો બન્યો
લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ટીમ ઇન્ડિયાના શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો અને ફરી 8 રનને આઉટ થઇ ગયો હતો. તો સુકાની વિરાટ કોહલી 11 રને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. આ સમયે ટીમ ઇન્ડિયાના 2 વિકેટે 39 રનનો સ્કોર હતો. ત્યાર બાદ શ્રેયર અય્યર અને લોકેશ રાહુલે બાજી સંભાળી હતી. લોકેશ રાહુલે 50 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક અણનમ 57 રન કર્યા હતા અને શ્રેયસ અય્યરે 33 બોલમાં 44 રન કર્યા હતા. જોકે જીતનો છગ્ગો શિવન દુબેએ ફટકાર્યો હતો. આમ ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. આમ આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની ટી20 સીરિઝમાં 2-0થી આગળ નીકળી ગઇ છે.