પોલીસે કાયદાની મર્યાદામાં રહીને ખોવાયેલા વ્યક્તિને શોધવાના છે. તેને ગેરકાયદેસર અટકાયત કે ધરપકડ કરવાની સત્તા નથી, એવું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. હેબિયસ કોર્પસ રીટની સુનાવણી દરમિયાન કોર્ટે આમ કહ્યું. કોર્ટે કહ્યું કે, ખોવાયેલા વ્યક્તિને શોધવા માટે કરેલી રીટમાં પોલીસે શોધીને લાવવાના બદલે ધરપકડ કરે છે, તેમજ તેની સાથે આરોપી જેવું વર્તન કરે છે.