ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અર્બન હેલ્થ સેન્ટરમાં 70થી પણ વધુ દર્દીઓ નોંધાયા છે. જેના પગલે પશ્ચિમ વિસ્તારના માછીવાડ, વાણીયાવાડ, પારસીવાડ તેમજ લીમડીચોક અને નીઝામવાડી સહિતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર સ્વચ્છતાથી આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સફાઈ નિયમિત કરાવવા માંગ થઈ રહી છે.