વડોદરા શહેરમાં રોગચાળાએ ભયંકર માથું ઉચકયું છે. શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ અને મલેરિયા જેવાં રોગો ઘરે-ઘરે ફેલાયાં છે. સામાન્ય નાગરિકોની સાથે સાથે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપનાં 7 મહિલા કોર્પોરેટરો પણ બીમાર પડ્યાં છે. મનપાની આરોગ્ય વિભાગની ટીમ એકાએક હરકતમાં આવી છે અને એકશન પ્લાન બનાવ્યો છે. સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.