અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મેલેરિયા પર નિયંત્રણ માટે હેલ્થ વિભાગ દ્વારા ઘરથી ઘરનો સર્વે શરૂ કરાયો છે, પરંતુ ચિકનગુનિયાએ પણ માથું ઊંચક્યું છે. મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.