જો અમેરિકા એ વાતની ગેરંટી આપે કે તે ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે બીજીવાર પોતાના પગલા પાછા નહીં ખેંચે તો તેહરાન આ કરારને ફરીથી લાગુ કરવામાં ગંભીરતા બતાવશે.
ગયા મહિને ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે વર્ષ 2015ના પરમાણુ કરારને ફરીથી લાગુ કરવા માટે તેહરાનને અમેરિકાની મજબૂત ગેરંટીની જરૂર પડશે.
સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ ઉર્જા એજન્સી આઈએઈએ (ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી) ને ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિરુદ્ધ રાજનૈતિક હેતુથી કરવામાં આવી રહેલી તપાસને રોકવાની પણ અપીલ કરી હતી.