લોકસભા ચૂંટણીના કારણે ઈજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈનની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે પરીક્ષા નિયત કરાયેલી તારીખ મુજબ 7મી એપ્રિલથી જ શરૂ થશે પરંતુ 20 એપ્રિલને બદલે 12મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને હૉલ ટીકિટનું વિતરણ 20મી માર્ચે કરી દેવાશે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે વિવિધ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર થઈ રહ્યા છે. CA, NEET તેમજ JEE મેઈન સહિતની તમામ પરીક્ષાઓની તારીખો અગાઉ નક્કી કરી કરી દેવાઈ હતી. પરંતુ 11 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન 7 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે આ દરમિયાન લેવાનાર પરીક્ષાઓની તારીખો બદલાઈ રહી છે. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી JEE મેઈનની પરીક્ષાની તારીખોમાં પણ ફેરબદલ કરાયો છે.