ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં યુનિવર્સિટીના પી.જી આર્ટ્સમાં NSUIની પહેલી જીત થઈ છે.સેનેટની ચૂંટણીમાં 10માંથી 2 મેડિકલ અને ડેન્ટલની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં 5માં NSUI અને 1માં ABVPનો વિજય થયો છે. યુનિવર્સિટી પરિસરમાં NSUIના કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી છે. ડીજે અને રંગ ગુલાલ ઉડાડીને વિજયોત્સવ શરૂ કરવામાં આવી છે. ઇન્દ્રવિજયસિંહના સોંગ સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ABVPના કાર્યકરોમાં સન્નાટો છવાયો છે.
પીજી આર્ટ્સમાં NSUIના રોનક સોલંકીનો વિજય થયો છે. રોનક સોલંકીને 46માંથી 32 મત મળ્યાં છે. પીજી સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો 31 મતે વિજય થયો છે. લો ફેકલ્ટીમાં કોંગ્રેસ પ્રવક્તાના પુત્ર કુવર હર્ષાદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. B. ED (એજ્યુકેશન)માં NSUIના શુભમ તિવારીનો વિજય થયો છે. યુજી સાયન્સમાં NSUI દક્ષ પટેલનો 138 મતે વિજય થયો છે. ABVPના ઉમેદવારને 131 મત મળતા રિકાઉન્ટિંગ માંગ્યુ છે. રિકાઉન્ટિંગમાં પણ દક્ષ પટેલનો 7 મતે વિજય થયો છે.