મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં ચુંટણીને લઇને સિન્ડિકેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં સત્તા પક્ષના એક પણ સિન્ડિકેટ સભ્ય હાજર ન રહેતા ઊહાપોહ મચી જવા પામ્યો છે. બીજી તરફ ABVPના કાર્યકરો યુનિવર્સિટીમાં આવીને ચૂંટણીનો બહિષ્કાર કરે છે. હાર ભાળી ચુકેલી ABVP કે જેને ઉમેદવારો મળતા નથી અને ભાજપ ના એક પણ સિનિડીકેટ સભ્ય ચુંટણી વિશે ચર્ચા કરવા તૈયાર નથી થતાં તેવો આરોપ વિપક્ષના સભ્યો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના કેસોમાં વિપક્ષ વોકઆઉટ કરતો હોય છે પણ જ્યારે સત્તા પક્ષના સિન્ડિકેટ સભ્યો વોકઆઉટ કરે એ શરમજનક વાત છે.
ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક રદ્દ થવા અંગે કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવીજયસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ABVPએ એકટની વિરુદ્ધના વાંધા રજૂ કર્યા હતા. એટલું જ નહીં ચૂંટણી સમિતિનો નિર્ણય ABVPને માન્ય નહોતો... ચૂંટણી અંગે કોઈ નિર્ણયના લેવાય તે માટે ભાજપના સભ્યો સિન્ડિકેટનો બહિષ્કાર કરી ભાગી ગયા હતા.
જણાવી દઈએ કે, 15 વર્ષમાં ABVP ચૂંટણી જીતી શકી નથી.
ત્યારે ABVP ચૂંટણી રદ્દ કરવા સરકારનું દબાણ લાવીને કુલપતિ અને અધિકારીઓને પરેશાન કરતા હોવાની વાતોએ પણ ચર્ચા એ જોર પકડ્યું છે.
તો બીજી તરફ NSUI એ પણ ચીમકી ઉચ્ચારી છે કે કુલપતિ દબાણમાં વશ થઈને ચૂંટણી રદ્દ કરશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
નોંધનીય છે કે, આગામી સમયમાં નેકની ટીમ યુનિવર્સિટીમાં મુલાકાત લેવાની છે ત્યારે તેની સમક્ષ પણ
યુનિવર્સિટીની પોલ ઉઘાડી પાડવાની પણ ખુલ્લી ચીમકી NSUIના સિન્ડિકેટ ગોહિલે ઉચ્ચારી છે.