અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારમા આવેલા ABVPના કાર્યાલય પાસે ગઈ કાલે (મંગળવારે) NSUI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાના મામલે આજે (બુધવારે) સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, NSUIએ હથિયારો સાથે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસ હિંસક હુમલા કરી અને રાજ્યમાં અશાંતિ ફેલાવે છે. NSUIના કાર્યકરો હથિયારો સાથે CCTVમાં જોવા મળ્યા છે. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. જ્યારે ABVPના કાર્યકરો હથિયાર લઈને આવ્યા તે મામલે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું તપાસ ચાલી રહી છે.
જ્યારે NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીના ટ્વીટ મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસે ફરિયાદ નોંધી છે, હવે જે પણ નિવેદન નોંધાવવા હોય તે નોધાવી શકે છે.