USની બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડીસિનના વિદ્યાર્થી મૌનીલ ભટ્ટે અન્નનળીના કેન્સરના નિદાન માટેનું સાધન વિકસાવ્યું છે,જેનાથી નિદાન સસ્તું થશે. મૌનીલનું કહેવું છે કે તેમણેએવી સ્ક્રિનિંગ પદ્ધતિ વિકસાવી છે જે પીડારહિત છે તેમજ પરવડે તેવી છે. મૂળ ગુજરાતી એવા આ વિદ્યાર્થી હાલમાં ગ્રામ્ય ગુજરાતમાં કેન્સર પર સંશોધન કરે છે. બાળપણમાં મિત્રનું કેન્સરથી મોત થયું, તે ઘટનાએ તેને ડોક્ટર બનવાનો પ્રેર્યો.