પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું કે એમની સરકાર પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અથવા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)નો અમલ થવા દેશે નહિ. રાજ્યમાં રહેતા બધા જ લોકો દેશના નાગરિકો છે, જે સ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે એમ નથી. મુખ્યપ્રધાને સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ)નો ઉપયોગ કરીને ભાજપ વિભાજનનું રાજકારણ ખેલતો હોવાનો આક્ષેપ કર્યો છે.
એમણે અત્રે બાંગ્લાદેશ સાથેની સરહદને અડીને આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાઝ જિલ્લામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે એનઆરસી અને એનપીઆર એ લોકોને રાજ્યબહાર ધકેલવાની ભાજપની ચાલ છે.