નવું નાણાંકીય વર્ષ આર્થિક રીતે નબળા દર્દીઓને ભારે પડી શકે છે. મોંઘવારીના કારણે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી(NPPA)એ જથ્થાબંધ ભાવ આધારિત કાર્ડિએક સ્ટેંટ(હાર્ટ સર્જરીમાં વપરાતું ઉપકરણ)ની કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ કાર્ડિએક સ્ટેંટની કિંમતોમાં 4.2 ટકા સુધીનો વધારો થશે.
NPPA દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વર્ષ 2018ની 4.26 ટકાના મોંઘવારીના દરને જોતા સોમવારે સ્ટેંટની કિંમતમાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, હવે વગર કોટિંગ વાળા સ્ટેંટ(BMS)ની અધિકતમ કિંમત 8,261 રૂપિયા અને ડ્રગ એલ્યૂટિંગ સ્ટેંટની અધિકતમ કિંમત 30,080 રૂપિયા થશે. ઉલ્લેખનીય છે કે, BMS વગર કોટિંગ વાળું સ્ટેંટ હોય છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, સ્ટેંટ ટયૂબ જેવું એક ઉપકરણ હોય છે. લોહીના પ્રવાહને હાર્ટ સુધી પહોંચાડવા માટે ધમનીમાં લગાડવામાં આવે છે. મહત્વનું છે કે, હાર્ટની બિમારી વાળા દર્દીઓની ધમની ખોલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.