દર્દી કે દર્દીના સગાને હવે હોસ્પિટલ જતાં પહેલા સારવાર ખર્ચનો ખ્યાલ આવી શકશે. કઈ હોસ્પિટલમાં રુમનું કેટલું ભાડું છે, સર્જનની ફી કેટલી છે અને અન્ય સુવિધાઓ માટે કેટલા રુપિયા ચૂકવવા પડશે તેનો ખ્યાલ વેબસાઈટ પરથી આવશે. ICICI લોમ્બાર્ડે Healthadvisor.com પોર્ટલ બનાવ્યું છે, જેના પરથી ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલોના સારવાર-ખર્ચની વિગતો આપી છે, જેથી દર્દી સરખામણી કરી યોગ્ય નિર્ણય લઈ શકશે.