ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર જ ‘’વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ’’ પદ્ધતિનો ઉપયોગ થશે. આનાથી મતદાર પોતે આપેલા ખરાઈ કરી શકશે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર મતક્ષેત્રમાં આ પ્રયોગ હાથ ધરાયેલો. મતદાર મતદાન કરે પછી તરત જ તે આપેલો મત કોને પડ્યો, તે ડિસ્પ્લેમાં જોઈ શકાશે. 7 સેકન્ડ સુધી આ ડિસ્પ્લે થશે. પછી જ તે પેપરબોક્સમાં પડશે.