સુપ્રીમ કોર્ટ એ કહ્યું છે કે, મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા અકાદમી ની પ્રવેશ પરીક્ષા માં સામેલ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આર્મીની ઝાટકણી કાઢતા કહ્યું કે, આર્મી મહિલાઓને NDA પરીક્ષા માટે મંજૂરી નથી આપતી. આર્મીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ તેમનો પોલિસી આધારિત નિર્ણય છે, તેની પર કોર્ટે કહ્યું કે, આ પોલિસી આધારિત નિર્ણય લિંગ ભેદભાવ આધારિત છે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને હૃષિકેશ રોયની બેન્ચે કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજીમાં અંતરિમ આદેશ આપ્યો છે. તેમાં મહિલા ઉમેદવારોને NDA પરીક્ષામાં બેસવા માટેની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓને પરીક્ષામાં ન બેસવા દેવી ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 19નું ઉલ્લંઘન છે.