ગુજરાત સરકારે ‘’મહિલા પોલીસ મિત્ર’’ યોજના બનાવી છે. આ યોજનામાં ઘરેલુ હિંસા,બાળ-લગ્ન અને દહેજના કિસ્સાઓમાં મહિલાઓને માર્ગદર્શન પુરુ પાડવાનું આયોજન છે. યોજના હેઠળ મહિલા પોલીસ મિત્રને તાલીમ અપાશે. આ તાલીમબદ્ધ મહિલા પોલીસ મિત્ર પીડીત મહિલાઓને તેમની સમસ્યાઓના ઉકેલમાં મદદરુપ થશે. અમદાવાદ અને સુરત જિલ્લાના 1041 ગામડાઓને પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરાયા છે. (સ્ત્રોત – ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)